મોગલમાં એટલે એવી આઈ કે જે માત્ર કોઈ એક સમાજ નહીં પરંતુ અઢારે વરણની આઈ છે તો આવા આઈશ્રી મોગલ માંનો ઈતિહાસ સાડા તેરસો વર્ષ જુનો છે. મોગલ માંના પિતા એટલે ‘દેવસુર ધાંધણીયા’ અને માતા એટલે ‘રાણબાઈ માં’ ભીમરાણાએ આઈનું જન્મ સ્થળ છે. માતાજીનો જન્મ થયો ત્યારે માં બોલતા ન હતા. તમામ લોકો એવું માનતા હતા કે મોગલ મુંગા છે પરંતુ તેમની શકિતનો કોઈને ખ્યાલ ન હતો. મોગલ માંના લગ્ન ૪૦ વર્ષની ઉંમરે થયેલા. માં મોગલનું સાસરું એટલે જુનગાઢના ભેંસાણ તાલુકાનું ગોરવયાળી ગામ માતાજી તેના ફઈના દિકરા સાથે પરણેલા. ગઢવી સમાજની એક પ્રથા છે કે ફઈ પાછળ ભત્રીજી જાય છે એટલે કે ફઈના દિકરા સાથે દિકરીના લગ્ન કરવામાં આવે છે. માતાજી ગાડા, ધોડા પર માંની જાન આવી હતી. માંને કામમાં ૧૫ જેટલી ગાયો આપી, ભેંસો આપી સાથો સાથ એ સમય દિકરીની સાથે કામ કરવા બીજી કોઈ છોકરીને મોકલતા તો એ સમયે આઈ વાંજીને માતાજીની સેવા કરવા માટે મોકલ્યા. માંના લગ્ન એ સમય અખાત્રીજના થયા. પહેલાના સમયમાં અખાત્રીજને શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવતું હતું. માતાજીની જાન પ્રસ્થાન થઈ એટલે રસ્તામાં ચારણ માતાજીને ઘણા સવાલ પુછયા પરંતુ મોગલ માં કંઈ બોલ્યા નહીં એટલે ચારણે વાંજીને પ્રશ્નો પુછયા તેથી વાંજી ચારણ સાથે વાતચીત કરવા માંડી અને તમામ પરીચય પણ આપ્યો. આમ વાતો કરતા કરતા મન આગળ વધી અને આજથી સાડા તેરસો વર્ષ પહેલા મંત્ર યુગ હતો. વાંજીએ ચારણને કીધું કે ‘બાપુ હું કઈક જાણું છું’ એટલે કવિરાજ બોલ્યા, બેટા તું શું જાણસ ? ત્યારે વાંજીએ અળદના દાણા લઈ ઘા કર્યો અને કહ્યું જો એટલે જળબંબાકાર જેમ નહીં તુટી ગઈ હોય અને હળહળાટ પાણી આવતું હોય તેમ જાનૈયા કપડા ઉંચા પકડી દુધમાં ઢફળ ઢફળ હાલવા માંડયા અને સાથો સાથ મોગલમાં પણ હાલવા માંડયા. જેથી લોકોને થયું કે આમાં લાંબી બુઘ્ધી નથી. નકકર આવું ન કરે. આ પરચો વાંજીએ દેખાડયો અને અળદના દાણા નાખી જંગલ પણ વાંજીએ સળગાવ્યું. આમ આગળ વધતા ગયા અને ગામનું પાદર આવ્યું એટલે ઉતારા નાખ્યા અને બેઠા. ત્યારે મોગલ માંના સાસરા પક્ષે સામૈયાની તૈયારી કરી ઢોલ-નગારા લઈને આવ્યા. પહેલાનાં સમયમાં એવો નિયમ હતો કે ‘દસૈયુ’ ન્હાયા પછી જ કોઈ નવોઢા તેના કપડા બદલી શકે પરંતુ મોગલ માંએ તે કપડા તો પહેલા જ બદલી નાખ્યા હતા. ઉપરાંત ચારણને મનમાં એક વિચાર આવ્યો કે તેમણે વાંજીને કોઈપણ પ્રકારની સાબાસી ન આપી એટલે વાંજીની બાજુમાં જઈ કવિરાજ બોલ્યા કે ‘સાબાસ વાંજી, તું તો કામની બાઈ લાગશ’ એટલું બોલી ઉંચો હાથ કરી વાંજીની તાળી લીધી અને ચારણોનાં રીત-રીવાજ અનુસાર પરનારીની તાળી ન લેવાય તોય ચારણે તાળી લીધી અને આ તાળીનો પટાકો પડતા મોગલ માંનો ભ્રમર ફર્યા અને માંએ સામે નજર કરી કહ્યું, ‘એ ચારણ, આ તો આપણી બેન દિકરી કેવાય એની હારે તે હાથ તાળી લીધી, શરમ નથી આવતી’ ઉપરાંત કહ્યું કે આઈ માંને જિંદગી પણ તેની જ સાથે કાઢવાની હતી. લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને હાહાકાર મચી ગયો કે મુંગી આઈ બોલી અને ત્યારે માં કોપાયમાન થયા, માના વાળ ઉંચા થઈ ગયા અને મહાકાળીરૂપ ધારણ કર્યું. મોગલનું આ મહાકાળીરૂપનું દર્શન કરી લોકોમાં હાહાકાર મચી ગયો. માને પગે લાગવા માંડયા પરંતુ માતાજીનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું તેની કોઈને જાણ ન હતી. આ સમયે માં મોગલે ધરતીને અરજ કરી મને તારામાં સંભાળી દે અને ધરતી ફાટવા માંડી પરણેતરના કપડા પહેરેલા અને મોગલ ધીમે-ધીમે ધરતીમાં સમાવવા લાગ્યા. વાંજીના મનમાં સંકોચ થવા લાગ્યો કે એક તાળીનાં કારણે માએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. લોકોને ખબર પડશે તો જીવવું મુશ્કેલ થઈ જશે. વાંજી આવીને દોડીને આઈના પગમાં પડી અને બોલ્યા કે ‘તાર તોય મારી તું ને માર તોય મારી તું’ એટલે માંએ દયા ખાઈ વાંજીને ખોળામાં લીઘી તો આ કારણે વાંજી આજે પણ ભીમરાણા મોગલ માં સ્થાયે સ્થાપિત છે અને હાલ પણ ભીમરાણાના ફળામાં મેલડી માં, સિકોતેર માં, આઈ વાંજી, વચ્છરાજ સોલંકી અને વીર કે જે ક્ષેત્રપાળ છે. મોગલ માં ગોરવીયાળીની ધરતીમાં સમાઈ ગયા અને હાલ મોગલ પણ ગોરવી મોગલ તરીકે ઓળખાય છે. ધરતીમાં સમાતા સમયે મોગલ માંના શબ્દો હતા કે, ‘ બાપ ચારણો માટે હરહંમેશ આશીર્વાદ રહેવાના અને નવ લાખ લોબળીયાળીને જન્મ માટે ચારણનો જ ખોળો જોઈએ અન્ય કુળમાં આઈ નો અવતરે’. નવ લાખ લોબળીયાળીમાંથી મોગલે મહાકાળીમાંથી અવતરેલ છે. ઉપરાંત આઈએ જણાવ્યું કે, ધરતીમાં સમાતા સમયે જે પરણેતરનો પોષાક પહેર્યો હતો. આઈ બોલ્યા કે આ પોષાક પહેર્યો છે તેના કારણે એમનો જે પરીવાર છે તે દર ત્રણ વર્ષે માંને આ પોષાક પહેરાવે એટલા માટે મોગલ માંનો તરવાળો રાતના ૧૨ વાગ્યે પહેરાય છે અને એ વખતે માંનો ભુવો હોય તે છાબને અડી અને ધાબળી લેવા જાય એટલે સેકન્ડ વારમાં આકાશમાંથી માં મોગલનું કિરણ આવી અને જે સમાજ બેઠો હોય તેના પર પડે અને લોકોમાં કોટીના પાપ નષ્ટ થાય તેવા મોગલ માંના...
Read moreMogal Dham in Bhimrana is a truly peaceful and spiritually uplifting place. The temple is beautifully maintained and has a calm, divine atmosphere. The architecture and the serene surroundings make it a perfect spot for both prayer and reflection.
The energy here is very positive, and it's a great place to connect with faith and tradition. Whether you're visiting with family or alone, you'll feel welcomed and spiritually enriched. Highly recommended for anyone looking to experience peace and devotion.
Jai...
Read moreApproximately 25 km from Dwarka, it is the birthplace of shree Mogalma. Very well maintained place. Huge ground and peaceful place to connect with the divine power!! I suggest all to dress decently before visiting the place. There is a huge car parking available so you can travel on your own vehicle. It is quite difficult to get the public transport from the temple itself as the highway is around 2 km away...
Read more