#મરડેશ્વર_મહાદેવ #શહેરા_ગોધરા
શહેરા નજીક બિરાજમાન છે મરડેશ્વર મહાદેવ. આ સ્થળનો ઉલ્લેખ પૂરાણોમાં પણ છે. વર્ષો પહેલા આ સ્થળ શિવપુરીનગરી તરીકે ઓળખાતું હતું. ત્યારે આવો દર્શન કરીએ મરડેશ્વર મહાદેવના.
મરડેશ્વર મહાદેવ, પંચમહાલ જિલ્લાના શહેરાથી 1 કિલોમીટર દૂર બિરાજમાન છે. શહેરાથી પૂર્વ દિશામાં અંદાજે 1 કિમી દુર ભદ્રાલા ગામ છે. હજારો વર્ષ પહેલા આ ગામ ભદ્રાવતી નગરી તરીકે ઓળખાતું હતું. વાયકાઓ મુજબ આ ગામ શિવપુરીનગરી તરીકે પણ ઓળખાતું હતું.
ભદ્રાવતી નગરીના રાજેન્દ્રશ્રી પૃથ્વીપતી ભદ્રસેન રાજા રાજ્ય પ્રત્યે ધર્મનીતિથી પ્રજાનું પાલન કરતા હતા. પ્રજાજનો પણ પોષક પિતા સમાન રાજાને માની રાજાનો આદર કરતા હતા. રાજા વાનપ્રસ્થ અવસ્થામાં રાજ પુત્રોને તમામ રાજ્ય કારભાર સોંપી પ્રભુ-ભજન કરી દેહનું તથા અખિલ વિશ્વની પ્રજાનું કલ્યાણ અને કુટુંબનું શ્રેય ઈચ્છી. નગરીની નજીકના જંગલમાં.
ગુરુ ઉપદેશ અનુસાર પાથેશ્વર ચિંતામણી મહારૂદ્ર પૂજન પ્રયોગ કરવા માટે નીતિ-નિયમ તેમજ શાસ્ત્રોને અનુસરીને અનુષ્ઠાનરૂપ ભવની શરૂઆત કરી.
થોડા વખત પછી રાજ્ય જીતવા માટે બીજા દેશના રાજાઓએ ચઢાઈ કરી નગરીને ઘેરી સેના લઇ શસ્ત્ર સરંજામ સાથે યુદ્ધ કર્યુ હતું. એ હકીકત રાજાજીને મળતા તેમણે વિચાર કર્યો કે મેં ન્યાય નીતિથી મેળવેલ રાજ્ય રાજકુમાર કદાચ યુદ્ધમાં હારી જશે.
જેનાથી રાજ્યમાં આવેલા દુશ્મન રાજાઓને રાજ સોંપી દેશે તેવું વિચારી પ્રયોગ પૂજન કરતા કરતા પણ તેમની ચિતબુધ્ધી પુત્રો પ્રત્યેની લાગણીને વશ થઇ રાજ્યને બચાવવા પોતાની નગરીમાં ગયા હતા.
આ દરમિયાન મુડેશ્વર નામના ઋષિજી યાત્રાએ નીકળ્યા હતા. ઋષિરાજના પથ પર, ભદ્રસેન રાજા દ્વારા પૂજન માટે સ્થપાયેલા શિવલિંગનો ઢગલો મળ્યો. જેથી ઋષિરાજે કમંડળના જળથી અંજલિ અર્પણ કરી પ્રત્યક્ષ શિવજીનું આહવાન કર્યું જેથી મહાદેવજીએ ઋષિને દર્શન સાક્ષાત્કાર કરાવ્યો હતો.
ભદ્રસેન રાજા સાથે જેનો ઇતિહાસ સંકળાયેલો છે.તેવા આ મરડેશ્વર મહાદેવ દરેક ભક્તોની આસ્થાના પ્રતિક છે.અને આ મંદિરે હજારોની સંખ્યામાં ભક્તો દર વર્ષે અહીં દર્શનાર્થે આવે છે.
આ મરડેશ્વર મંદિરનું શિવલિંગ દર વર્ષ્ એક ચોખા જેટલું વધતું હોવાની લોક શ્રઘ્ધા છે. આ પવિત્ર ધામમાં શ્રાવણ માસને અનુલક્ષીને ભકતોની ભીડભાડ જામવાની સાથે દર સોમવારે વિશિષ્ટ પૂજા પણ યોજવામા આવે...
Read moreThis is a temple of Lord Shiva namely Swyambhoo Mardeshwar Mahadev. This is one of the ancient temple of lord shiva and famous for the huge size of shivling. According to mythology the shivling getting bigger by the size of rise seed every year. The shivlig has four layers. Thousands of people visit this holy place on Monday, during Shravan and on occasion of Mahashivratri. Now, the silver cobra having weight of 160 KG also dedicated to shri Mardeshwar Mahadev. This temple is situated at Palikhand village on Lunawada Highway, at distance of 2 K.M....
Read moreMardeshwar mahadev mandir and shaktipeeth shree bhadra kali is a temple of mythological importance located on shehra-Lunawada highway, palikhanda village, Shehra, Gujarat. A big shiva linga (believed that the size of shivlinga increases every year by a size of a rice) with silver seshnaag of 160 KG is the attraction of this temple. During mahashivratri and navratri big crowd is gathered here. The temple is about 2 kilometers...
Read more