શ્રી સુરાપુરા ધામ - ભોળાદ(ભાલ) ભોળાદ સુરાપુરા દાદા નું સ્થાન અમદાવાદ જીલ્લા ના ધોળકા તાલુકામાં ભોળાદ(ભાલ) ગામમાં સુરાપુરા દાદા નું સાનિધ્ય આવેલું છે. છીપડી પાટીયાથી ૧૦૪ કિલોમીટર, સુરાપુરા ધામ ભોલાદથી નજીકનું મુખ્ય શહેર અમદાવાદથી ૮૬.૭ કિલોમીટર દુર, વડોદરાથી ૧૧૫ કિલોમીટર દૂર અને રાજકોટથી ૧૮૪ કિમી દૂર છે. સુરાપુરા ધામ ભોલાદથી નજીકનું રેલ્વે સ્ટેશન લોથલ ભુરખી રેલ્વે સ્ટેશનથી ૧૩.૩ કિમી દૂર અને ધંધુકા રેલ્વે સ્ટેશનથી ૪૪.૯ કિમી દૂર છે. સૌથી નજીકનું એરપોર્ટ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અમદાવાદ છે જે ૯૨.૩ કિમી દૂર છે.
મંદિરમાં જે સેવા કરતાં અને દાદાએ જેનામાં પોતાની શક્તિ અર્પણ કરી છે એવા દાનભા બળવંતસિંહ ચૌહાણ જેઓની ઉમર માત્ર ૩૭ વર્ષની છે તેમના પરિચયની વાત કરીએ તો તેઓ ખૂબ જ સાદગી ભર્યું જીવન જીવે છે. જેઓએ નાની ઉમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી જ્યારે તેમણે સમજણ આવી ત્યારે ભાઈની છત્રછાયા ગુમાવી પછી ગામડામાં મજૂરી કરી પોતે અભ્યાસ કર્યો અને ત્યાર બાદ તેઓ રોજગારી માટે અમદાવાદ ગયા અને હાલ પણ પોતે અમદાવાદની એક કંપનીમાં નોકરી કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. એમાથી સમય કાઢીને પોતે ભોળાદ આવે છે. અને દાદાના ચરણોમાં જે શ્રધ્ધાળુઓ આવે છે. તેઓના દુખમાં ભાગીદારી કરી અને દુખ દૂર કરે છે. જે જે શ્રધ્ધાળુઓ આવે છે તેઓને જમાડવા, સુવા માટે અને ચા નાસ્તા માટે ખૂબ આગ્રહ કરે છે. દાદાના સાનિધ્યમાં આવેલ કોઈ પણ હોય ભેદભાવ વગર તમામની સાથે વાતચીત કરે છે. ખૂબ સાદગી ભર્યું જીવન જીવે છે.
શ્રી સુરાપુરા ધામ ભોલાદ નો ઈતિહાસ ÷
આજે જેની વાત કરવાની છે એ સુરવીરો ની ખાંભી ભાલની ધિંગી ધરતીમાં આવેલ પીપળી - વટામણ રોડ પર લોથલ નજીકના ભોળાદ ગામે છે. આશરે ૯૦૦ વર્ષ પહેલાં એટલે ઈ.સ. ૧૧૦૦ ની આસપાસ નો ઇતિહાસ છે. બારોટજી ના ચોપડે પણ આ ખાંભીઓનો ઉલ્લેખ જોવા મળે છે. રાજસ્થાન થી નીકળીને ફરતા ફરતા હાલના ભોળાદ થી પાંચ કિલોમીટરના અંતરે આવેલ ભેટડિયા ભાણ નામનાં સ્થળે સ્થાયી થયેલા, આજે ત્યાં ટેકરા પર સૂર્યનારાયણનું મંદિર અને મંદિર આગળ વીર રાજાજી અને વીર તેજાજી દાદાની ખાંભી છે તેમજ ત્યાંથી થોડે દૂર સિધ્ધરાજ સોલંકી દ્વારા સોમનાથ જતા યાત્રાળુ પાસેથી જે કર ઉઘરાવાતો હતો અને મીનળદેવી એ જે જગ્યા પર એ નાબૂદ કરાયો હતો. એ સ્થળ આવેલું છે જે દાણીમાતા ના આરા તરીકે ઓળખાય છે.
જયારે વીર રાજાજી નો પરિચય મેળવીએ તો વિક્રમજી શિવસંગજી અને માતા ગંગાબા નાં દીકરા અને ક્ષત્રિય કુળ નાં ચૌહાણ શાખના રાજપૂત વીર રાજાજી અને વીર તેજાજી. એ સમયે જ્યારે ચારણ ની દીકરી નું વેલડું લુટાતું હતું ત્યારે એ ચારણ ની દીકરીઓની આબરૂ બચાવવા વારે ચડ્યા ને સત્તર ને વીંધ્યા (૧૭ નરાધામોને માર્યા ) પણ પાછળથી ઘા થયો પણ એક ક્ષત્રિય જ્યારે ધરમના ધિંગાણે ચડે ત્યારે કેહવાય છે કે સાક્ષાત માં ભવાની એનામાં ઉતરે છે આમ સુરવીર ઘવાયા પછી પણ લડતા રહ્યા પરંતુ છેલ્લે કોઈ વિધર્મી દ્વારા મદિરા નાં છાંટણા નાખવામાં આવ્યા અને માત્ર ૨૭ વર્ષની નાની ઉંમરે પોતાના સંતાનો ને ઘોડિયામાં મૂકીને પોતાના પ્રાણ ની આહુતિ આપી પરમાર્થના કામે પોતે જીવી ગયા એ સૂરવિરની વાત છે.
ત્યારબાદ વર્ષો વીતતા ગયા બહારગામથી ઘણા ચૌહાણ રાજપૂતો દાદાની ખાંભી નાં દર્શન કરવા આવતા એ સમયે ખાંભી ભોળાદ - લોથલ રોડ પર હતી પરંતુ જયારે ભોળાદ નાં ચૌહાણ ને દાદા એ પ્રમાણ પૂર્યા ત્યારે દાદાને વ્યવસ્થિત જગ્યાએ સ્થાપિત કરવાનો નિર્ણય કરાયો અને વિક્રમ સંવત ર૦૭ર ચૈત્ર સુદ પૂનમ તારીખ ૨૨/૦૪/૨૦૧૬ ને શુક્રવાર (હનુમાન જયંતી) નાં રોજ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરીને ભોળાદ – નાનીબોરું રોડ પર સ્થાપના કરવામાં આવી.
સુરાપુરા ભોલાદ ધામ મંદિરનો ખુલવાનો સમય સવારે ૦૬:૦૦ થી બપોર ના ૧૨:૦૦ વાગ્યા સુધી અને સાંજે ૦૪:૦૦ થી ૦૯:૦૦...
Read moreI recently had the pleasure of visiting Shree Surapura Dham Bholad Bhal, and I must say it was an incredible experience! The temple's serene atmosphere and spiritual ambiance are truly uplifting. The architecture is beautifully crafted, and the surroundings are peaceful, providing the perfect environment for reflection and devotion.
The staff was warm and welcoming, and I appreciated how well-maintained the temple and its premises were. The rituals and prayers held were deeply meaningful, and I felt a strong sense of peace and connection.
It’s an ideal place to visit for anyone seeking spiritual solace or looking to experience a beautiful and sacred site. Highly recommend this place for anyone...
Read moreશ્રી સુરાપુરા ધામ ભોલાદ સેવા-ધર્મ-શૌર્ય આજે, ગામ-ગામ પાળીયાઓ દ્વારા સૂર્યનારાયણની સામે પથ્થરના સ્તંભોના રૂપમાં કોતરવામાં આવે છે જે સુરાપુરા તરીકે પણ ઓળખાય છે. જેનું જીવન અને મૃત્યુ બંને પ્રેરણાદાયી રહ્યા છે, જેમણે ગાય, બ્રાહ્મણ, સ્ત્રી અને ધર્મની રક્ષા માટે, પોતાના સંતાનો અને પરિવારની પરવા કર્યા વિના પોતાનું બલિદાન આપ્યું છે, અને પોતાના ભગવાન મહાદેવને શરણે થઈ ગયા છે, વિશ્વના પ્રેમનો ક્ષણભરમાં સંહાર કર્યો છે, આજે નવસો વર્ષ. તો પણ જે ખાંભીઓ તેમના મહાન કર્મથી જાગૃત થઈને ભગવાનનો અંશ છે તેની પૂજા કરે છે, તેઓ આજે સુરાપુરા દાદા કહેવાય છે. સિંદૂર કેમ દોરવામાં આવે છે...? મને મારશો નહીં કે મરવા દેશો નહીં. નહિ તો ગર્લફ્રેન્ડ. તું કાયર છે જે મને મારી નાખશે... તેના કોડ ભરેલા હાથની મહેંદી પણ હજુ સુકાઈ ન હતી, તેના સેંધા નૂ, જે સિંદૂર છે, આ રંગ ધરાવે છે.
આજે આપણે જેની વાત કરવી છે તે સુરવીરના ખાંભી વટામણ-ભાવનગર રોડ પર ભાલ પંથકમાં આવેલું ભોલાદ ગામ છે. લગભગ 900 વર્ષ પહેલાં એટલે કે. તેનો ઈતિહાસ 1100 ની આસપાસ છે. બારોટ જીના પુસ્તકમાં પણ આ ખાંભીઓનો ઉલ્લેખ છે. રાજસ્થાનથી ભ્રમણ કરીને તેઓ હાલના ભોલાદથી પાંચ કિલોમીટર દૂર ઘેડિયા ભાણ નામના સ્થળે સ્થાયી થયા, આજે ડુંગર પર સૂર્યનારાયણનું મંદિર છે અને મંદિરની સામે રાજાજી દાદાની ખાંભી છે અને ત્યાંથી થોડે દૂર ટેક્સ વસૂલવામાં આવે છે. સોમનાથ અને મીનલ દેવી જતા યાત્રાળુઓમાંથી સિદ્ધરાજ સોલંકી. જ્યાં તેને નાબૂદ કરવામાં આવ્યું હતું તે સ્થાન પર દાણીમાતા ના આરા તરીકે ઓળખાતી જગ્યા આવેલી છે જ્યાંથી કેટલાક ભાઈઓ અન્ય સ્થળોએ જવા રવાના થયા હતા. વિક્રમજી શિવસંગજી અને માતા ગંગાબા અને ક્ષત્રિય કુળના ચૌહાણ શાખાના રાજપૂત વીર રાજાજી અને વીર...
Read more