વિશ્વની એવી સૂમસામ જગ્યા જ્યાં હજુ સુધી માત્ર એક વ્યક્તિ જ પહોંચી શકાયો છે અને જેને સેટેલાઈટસનું કબ્રસ્તાન કહેવાય છે...
આપણી ધરતી પર એક એવી જગ્યા છે જેને દુનિયાનું સૌથી સૂમસામ સ્થાન (World's most remote location) માનવામાં આવે છે. અહીંથી હજારો માઈલ દૂર સુધી ન તો કોઈ મનુષ્ય રહે છે કે નથી કોઈ જમીન. અહીંથી સૌથી નજીક જે મનુષ્યો રહે છે તે અંતરિક્ષમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહે છે. આ જગ્યા કોઈ જંગલ કે રણમાં નથી, પરંતુ સમુદ્રમાં છે. આ જગ્યા એટલી અલગ છે કે અહીંથી નજીકના માનવીઓ કોઈ શહેરમાં નહીં પણ અંતરિક્ષમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર હોય છે. આ જગ્યા એટલી સૂમસામ અને વિરાન (Loneliest place on Earth) છે કે અત્યાર સુધી માત્ર એક વ્યક્તિ જ અહીં પહોંચી શક્યો છે. પરંતુ સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ જગ્યાએ ડઝનબંધ સેટેલાઇટની કબરો છે.
આ જગ્યાએ પોઈન્ટ નીમો (Point Nemo) કહે છે, જેનો મતલબ 'કોઈ નહીં' થાય છે. આ જગ્યાનું નામ જુલ્સ વર્નેના પુસ્તક 'ટ્વેન્ટી થાઉસન્ડ લીગ્સ અંડર દ સી' ના પ્રસિદ્ધ સબમરીન નાવિકના નામ ઉપરથી પોઈન્ટ નીમો રાખવામાં આવ્યું છે. પોઈન્ટ નીમો એ ન્યુઝીલેન્ડ અને ચિલી વચ્ચે દક્ષિણ પેસિફિક મહાસાગરમાં આવેલું એક સ્થળ છે. આ જગ્યા કોઈ ટાપુ કે જમીન નથી, પરંતુ સમુદ્રનો એક ભાગ છે, જે પૃથ્વી ઉપર જમીનથી સૌથી દૂર આવેલો હોવાનું માનવામાં આવે છે. આ સ્થળ જમીનથી 2,688 કિલોમીટર દૂર છે. આ સ્થાનને સમુદ્રનું એ બિંદુ પણ માનવામાં આવે છે જે અત્યંત દુર્ગમ (oceanic point of inaccessibility) છે. આ સ્થાનથી અંતરિક્ષમાં આવેલું ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માત્ર 415 કિલોમીટર દૂર છે.
પોઈન્ટ નીમો હજુ સુધી માત્ર એક વ્યક્તિ જ પહોંચ્યો છે
નોર્થ યોર્કશાયરના 62 વર્ષીય ક્રિસ બ્રાઉન અને તેના 30 વર્ષના પુત્ર, તેમના જહાજ હેન્સ એક્સપ્લોરર અને તેના ક્રૂ સાથે પૃથ્વીની વણખેડાયેલી આ એકમાત્ર જગ્યા ફતેહ કરવાના ઇરાદાથી તા. 12 માર્ચ 2024ના રોજ દક્ષિણ અમેરિકાના ચિલીના પુઅર્તે મોન્ટથી નીકળ્યા હતાં અને 20 માર્ચે પોઈન્ટ નીમો પહોંચ્યા હતાં. તેમને પોઈન્ટ નીમો સુધી પહોંચવા માટે ઘરો જેટલા ઊંચા મોજાં, દરિયાઈ આફત અને ચક્રવાતનો સામનો કરવો પડ્યો હતો. અહીં પહોંચતાની સાથે જ તેમણે નક્કી કર્યું કે તેઓ આ જગ્યાએ દરિયામાં ત્યાં તરશે જ્યાં પાણીનું તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ સુધી હોય છે. ક્રિસને ખાતરી હતી કે તેની પહેલાં આ જગ્યાએ બીજું કોઈ પહોંચ્યું નથી. 31 માર્ચે તેઓ જમીન પર પાછા ફર્યા હતાં.
અહીં અવકાશયાનોનું કબ્રસ્તાન છે. 1971 અને 2008ની વચ્ચે, યુ.એસ., રશિયા, જાપાન અને યુરોપ જેવી વૈશ્વિક અવકાશ શક્તિઓએ અહીં 263 અવકાશ પદાર્થો છોડ્યા હતાં. અહીં સોવિયેત મીર સ્પેસ સ્ટેશન, 140 રશિયન રીસપ્લાય વાહનો વગેરેને અહીં છોડવામાં આવ્યા છે. તાજેતરમાં જ SpaceX દ્વારા અહીં એક કેપ્સ્યુલ રોકેટ છોડવામાં...
Read moreThe point on Earth that is furthest from any land mass. Since it is not on any ocean routes nor airline routes, generally the closest any humans get to it is while flying by on the International...
Read moreSuper point de vue a partir duquel on peut trouver nemo pouvant raconter à quel point il a galéré pour en arriver la. Quelle ne fut pas ma stupéfaction Lorsque j'ai appris qu'en réalité je m'étais adressé à Demba et non pas à Nemo. Alors j'ai encore marché puis j'ai croisé le vrai Nemo qui a essayé de me vendre des Tours Eiffel..... Bref que de déception, heureusement que j'ai pu manger Dory en dessert (jlui fait un...
Read more