કાકાના ભજીયામાં પ્રવેશ્તાની સાથે હાશકારાનો અનુભવ થયો. અમદાવાદના સેટેલાઇટ વિસ્તાર થી આટલા લાંબા સફર પછી ઉભા ઉભા ભજીયા ખાવાની મજા જરાય ના આવે. પણ મસ્ત રીતે બેસવાની જગ્યા જોય ખુશ થઇ ગયા. ત્યાં જઈને જોયું તો ગરમાગરમ ભજિયાં અને ફાફડા ઓર્ડર પ્રમાણે લાઈવ ઉતારતા હતા. અમે 30 રૂપિયા 100 ગ્રામ પ્લેટના ભાવે અઢીસો ગ્રામ મિક્સ ભજિયાંનો ઓર્ડર આપ્યો. જેમાં સૌથી પેહલા મે પાતળી ચિપ્સ કાપેલા ખેતરના તાજા અને મીઠાં દેશી બટેટાને ચણાના લોટમાં ડૂબાડી, તેલમાં તળીને બનેલા સ્વાદિષ્ટ પત્રી ભજીયા પીળી કઢીમાં ઝબોળીને ખાધા. બધા ભજીયા સાથે અહીંયા પીળી કઢી, ગળી લાલ ખજૂર-આંબલીની ચટણી અને કાંદા-મરચાના સલાડ પીરસાય છે. પછી વારો આવ્યો મેથીના ગોટાનો. સાચું કહું તો ખરા અર્થમાં મેથીના ગોટાનો સ્વાદ એકદમ હટકે હતો. જેમાં મેથીની ભાજીની આછી કડવાશનો અનુભવ થયો કારણ કે મેથીના ગોટામાં તાજી મેથી, ચણાનો લોટ અને મસાલાના મિશ્રણ સાથે કોથમીર કે ડુંગળી જેવી અન્ય બીજી કોઈ પણ સામગ્રીનો ઉપયોગ કરાયો ન હતો. પછી મસ્ત ક્રિસ્પીનેસ સાથે અદભુત સ્વાદ વાળા દાળવડા કાંદા અને તળેલા લીલા મરચા સાથે ખાવાની મજા આવી. છેલ્લે મરચાનું ભજિયું ચાખ્યું. સહેજ પણ તીખાસ વગરનું મસાલાદાર ઘોલર મરચાં માંથી બનેલા આ ભજીયા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હતા અને જલસો પડી ગાયો. બધેબધાં ભજિયાં નંબર વન હતા. આ બધા ભજીયામાં વપરાતા તેમના સ્પેશ્યિલ મસાલા નિલેશભાઈની સિક્રેટ રેસિપી થી બનાવામાં આવે છે. આ ભજિયાંની ખાસિયત એ છે તે ઠંડા થયા બાદ પણ ખાવાની મઝા આવે છે. કંઈક ઠંડુ પીવા શેરડીનો રસ મંગાવ્યો. પણ તે સ્ટોકમાં ન હતો.
ભજીયાઓ ઉપરાંત, અહીંયા અન્ય વાનગીઓમાં સમોસા, દાળવડા, દહીં વડા, ફાફડા, જલેબી, ચા અને શેરડીનો રસ પણ લોકોમાં પ્રખ્યાત છે. અમે દહીંવડા અને સમોસાનો ઓર્ડર પણ આપ્યો હતો. દહીંવડામાં મીઠાં દહીં સાથે ચટણીના સંયોજનમાં પીરસાતા પોચા વડાનો સ્વાદ એકદમ યાદગાર હતો અને ₹60/- પર પ્લેટના ભાવે મળતા હતા. મોટા બે સમોસા સેજ તીખાશ સાથે મસ્ત વરિયાળીના સ્વાદયુક્ત બટાકા વટાણાના મસાલા સાથે ગરમ ગરમ પીરસયા હતા જે અમે હાથ થી તોડીને ગળી ચટણી સાથે માણ્યા હતા.
અમે કુદરતી નજારાઓ માં લીલાછમ લેહરાતા ખેતરોની વચ્ચે બેસીને ઘણો સમય અહીંયાના સંચાલક નિલેશભાઈ સાથે વાતો કરતા વિતાવ્યો અને સાથે સ્વાદિષ્ટ ભજીયા સાથે અનેક વાનગીઓ માણી હતી. મે અહીંયા જોયું કે લોકો ખાસ કરીને પત્રી ભજીયા, મેથી ગોટા, દાળવડા અને ફાફડા વધારે ઓર્ડર કરતા હતા અને પારસલ પણ લઇ જતા હતા.
મિત્રો અને પરિવાર સાથે...
Read moreIf you are a Gota Bhajiya lover must try this. Awesome place on main road of Hathijan Mahemdavad near Vanch Gaam. Atmosphere is also superb as nearby all farms and it's beside Mahadev Nu Aangnu Hotel. Samosa , Jalebi , Fafda and Khaman also made by them. Using Groundnut oil for making Gota Bhajiya (...
Read moreMust try gota. If u ll try to go Dakor and Mahemdabad, hold at this place and eat the food. What a taste.. live ekdm Garam. Bhajia lovers ne to boom...
Read more