:- માધાવાવ-:
આ વાવમાં બે શિલાલેખ મળી આવેલ છે. સંસ્કૃત ભાષામાં લખેલ શિલાલેખ અનુસાર તેનું બાંધકામ વાઘેલા વંશના રાજા કરણદેવ દ્વિતીયના નાગર બ્રાહ્મણ મંત્રી દ્વારા ઈ.સ. ૧૨૯૪માં (વિક્રમ સંવત ૧૩૫૦) તેમના માતા-પિતાની સ્મૃતિમાં કરવામાં આવ્યું છે. તેમાં તેનું વર્ણન બે માળ ધરાવતી પથ્થરથી બનેલી વાવ તરીકે થયું છે.
બીજો શિલાલેખ ઘણો જ ઘસાઈ ગયેલો છે. તે નાગર મંત્રી સોઢલના પુત્રી લશમી દેવી (લક્ષ્મીદેવી) અને સોમના પુત્ર સિંધુની વાત કરે છે; જેઓ કદાચ માધવના માતા-પિતા હશે. આ વાવ રાજ્ય સંરક્ષિત સ્મારક છે પણ તેની યોગ્ય સારસંભાળ થતી નથી.[૩]
:-દંતકથાઓ -: દંતકથા અનુસાર, આ વાવ તેના બાંધકામના બાર વર્ષ બાદ પણ સૂકી હતી. રાજ પુરોહિતે આ વાવમાં પાણી લાવવા માટે બત્રીસ લક્ષણા દંપત્તિના બલિદાનની જરૂર જણાવી. તેથી જન કલ્યાણ અર્થે રાજકુમાર અભેસંગ અને તેની પત્નીએ તે બલિદાન માટે તૈયારી બતાવી. તેઓ લગ્નના વસ્ત્રો પહેરી વાવમાં ઉતર્યા. જેવા તેઓ સાતમે પગથિયે પહોંચ્યા કે વાવમાં પાણી ભરાયું અને તેઓ તેમાં ડૂબી મૃત્યુ પામ્યા. તેઓના બલિદાન થકી આ વાવમાં પાણી આવ્યું.
આ એક જાણીતી દંતકથા છે અને તેના પર લોકગીતો બન્યા છે.[૧] સ્થાનિક લોકોમાં એવી પણ લોકવાયકા છે અહીં ભૂતનો વાસ છે અને દર ત્રણ વર્ષે અહીં એક વ્યક્તિનો ડુબાડી ભોગ લે છે.[૨]
આ વાવ પૂર્વ-પશ્ચિમ દિશામાં બાંધવામાં આવી છે; પ્રવેશ પશ્ચિમ દિશામાં છે, જ્યારે વાવનો કુવો પૂર્વ દિશામાં છે. તે ૫૫ મીટર લાંબી છે અને પગથિયા ૪૯.૮૦ મીટર લંબાઈમાં સમાયેલા છે. વાવમાં લાંબા સાંકડા પગથિયા દ્વારા દાખલ થવાય છે. વાવને છ કૂટ (ઉપરથી બંધ અને ઉપર ખુલ્લા એમ પડતા વિભાગો) અને પગથિયાના છ જૂથ છે. દરેક કૂટ બાદ વાવની પહોળાઈ ઘટે છે. પગથિયાએ પહોળાઈ છ મીટર છે જે ઉપર છત્રી તરફ જતા ઘટીને ૩.૬ મીટર થાય છે. દરેક કૂટ પર છત્રી છે જે ચાર સ્તંભો પર ઊભી છે. છત્રી નીચેનાની બેસાય એવા પરસાળની લંબાઈ ૨.૭ મીટર છે. બે કૂટ વચ્ચે ૪.૮ મીટરની ઊંચાઇ હોવાને કારણે જાડી દિવાલો આવશ્યક છે. દરેક છત્રી એક ઉપર એક એવા નવ સ્તરો વડે બનેલી છે અને તેમની ઉપર મંદિરના શિખરોની માફક આમલક અને કળશ છે.
કૂવાનો વ્યાસ ૫.૩ મીટર છે. છેલ્લા માળે બેવડા વળેલા છ માળખાં છે, જે ઉપરના દબાણ સામે રક્ષણ આપે છે. જેમાંના ચાર પાછલી દીવાલમાં જડેલા છે અને પથ્થરની બારશાખ વડે અચ્છાદિત છે.
પહેલ કૂટ ની બન્ને બાજુએ કોતરણી કરેલી પથ્થરની જાળી છે જે દીવાલનું પણ કાર્ય કરે છે. તે જાળી ચાર x ચાર એમ ૧૬ નાની જાળીઓ ધરાવે છે. તેની રચના દેલવાડાના વિમલ વસહી જૈન મંદિર અને અમદાવાદના સારંગપુરની રાણી મસ્જીદને મળતી આવે છે. વાવના મુખ્ય દરવાજાની દ્વારશાખની ઉભી કમાનમાં બેઠેલા દેવોની અને આડી કમાન પર રોજીંદા જીવનની ક્રિયાઓની આકૃતિઓ કોતરેલી છે.
દરેક કુટમાં ગોખલાઓ છે જેમાં મૂર્તિઓ છે. તેમાં ભૈરવ, સપ્તમૈત્રિકા, નવગ્રહ, દશાવતાર અને અન્ય દેવ દેવીઓની મૂર્તિઓ છે જેમને તેમની જર્જરિત સ્થિતિને કારણે ઓળખવી મુશ્કેલ છે. એક ગોખલામાં એક યુગલની મૂર્તિ છે તે માધવ તથા તેની પત્નીની છે. તેની નીચે...
Read moreVisited Mar 2022. I don't want to repeat what others have already written. There are turtles in the water. I had to sit without moving for more than half an hour until one of them came and sat on the lowermost step (no one else was around). I requested the owner of one of the houses at the rear of the vav to allow me into their 'backyard' so that I could see the rear of the vav. Normally it's not possible to see or get to the rear because the houses are so close to the vav. Worth a visit. See pics. Most prob you'll have the place to yourself. I must mention that of all the places I've been to in Gujarat, the people of Wadhwan were the most friendly...
Read moreThis place describes deep history of wadhwancity and such a historical place everyone should visit this place once and this place is stood here for sacrifice of a newly married couple for water supply in city, i exactly don't know their names but they really provide us lessons of courage to help people and paying sacrifice for huminity, I actually really be positive when I visit this place and read the story of it ... Lovely place I advise you if you are near Wadhwan...
Read more