Sunday Cycling 32 km with DK : કર્ણ મુક્તેશ્વર મહાદેવ, સારંગપુર
અમદાવાદના નગરદેવી કોણ? લાલદરવાજામાં આવેલા ભદ્રકાળી માતા. તો અમદાવાદના નગરદેવતા કોણ? ઘણાં લોકોને ખ્યાલ નહીં હોય. કર્ણમુક્તેશ્વર મહાદેવ. સારંગપુરમાં વિસ્તારમાં આવેલા કર્ણમુક્તેશ્વર મહાદેવ અમદાવાદના નગરદેવતા ગણાય છે. અમદાવાદના સારંગપુર દરવાજા બહાર ન્યૂ ક્લોથ માર્કેટ પાસે કર્ણમુક્તેશ્વર મહાદેવનું 1,000 વર્ષ કરતાં પણ વધુ પુરાણું શિવમંદિર આવેલું છે. અહીં દર સોમવારે, દિવાળી, દેવદિવાળી, મહાશિવરાત્રિ, શ્રાવણ માસમાં ભક્તોની વિશેષ ભીડ હોય છે. પહેલા જાણીએ, કર્ણાવતી નગરીનો ઇતિહાસ ઇ.સ 942થી 957ના ગાળામાં પાટણના રાજા કર્ણદેવ સોલંકીએ કર્ણાવતી નગરી વસાવી. રાજા કર્ણદેવે આશાભીલને હરાવી આશાવીલ નગરને કર્ણાવતી નામ આપ્યું.આશાવીલ નગરએ હાલના આસ્ટોડિયામાં આશાવીલનો ટેકરો છે ત્યાંથી સારંગપુર દરવાજાથી લઇ અસારવા સુધીના વિસ્તારમાં પથરાયેલું હતું. એક ગોવાળ ફરતો- ફરતો તેની ગાયોને નદીને કાંઠે ચરાવવા લાવ્યો ત્યારે તેની એક ગાય અહીં નિશ્ચિત જગ્યાએ દુધની ધારો વહેવડાવતી. આ ક્રમ ત્રણેક દિવસ ચાલ્યો. અચંબિત થયેલા ગોવાળે આ વાત રાજા કર્ણદેવ સોલંકીના કાન સુધી પહોંચાડી. રાજાએ તે સ્થળે ખોદકામ કરાવ્યું અને ત્યાંથી શિવલિંગ પ્રાપ્ત થયું. સ્વયંભૂ શિવલિંગ યથાવત રાખી રાજા કર્ણદેવે આ સ્થળે ભવ્ય મંદિર નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો. રાજા કર્ણદેવ સોલંકીએ કર્ણાવતી નગરીની સ્થાપના કરી ત્યારે આ શિવાલયનું નિર્માણ કરાવ્યું હતું. ઇ.સ. 942માં આ સ્થળે પાટવી કુંવર સિદ્ધરાજ સોલંકીનો કર્ણાવતીના રાજવી તરીકે રાજ્યાભિષેક કરાયો હતો. ઇ.સ. 957માં તેમણે આ મંદિરનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. શિવાલયના ચારે તરફ વિશાળ ઉદ્યાન, તળાવ, વાવ, કુવા અને ધર્મશાળા બંધાવ્યા. ધર્મપ્રિય રાજા કર્ણદેવે સાધુ – સંતો માટે ખાસ વ્યવસ્થાઓ ઊભી કરાવી. સાધુ- સંતોને અહીં રહેવા અને સાધના કરવા માટે ગુફા બનાવી આપી તેમજ નજીકમાં વાવ અને કૂવો પણ બંધાવી આપ્યા. સોલંકીયુગમાં યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ આ શિવાલયની આસપાસ રહેલા નાના મંદિરો કાળક્રમે અવશેષો રૃપે રહી ગયા. જો કે, એક સમયે સમૃદ્ધ ઇતિહાસ ધરાવતા આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું બીડું પેશ્વાઓએ ઉપાડ્યું અને તેમણે હનુમાનજીના મંદિર સામેની દિવાલ પર પાંચ પ્રાચીન મૂર્તિઓની સ્થાપના કરી. મહિષાસુરમર્દિની દેવી, પદ્માસન મુદ્રામાં બેઠેલા લક્ષ્મીજી તેમજ ચતુર્ભુજ ધરાવતા ભગવાન વિષ્ણુની મૂર્તિ અહીં બિરાજમાન છે.
DR KINNAR...
Read moreThis is the place which is 10th century structure. Shri Karnamukteshwar Mahadev is a Hindu historical temple which was built by the ruler of Gujarat, King Karndev Solanki of Solanki dynasty. it was started in 942 AD and finished in 957 AD during the reign of King Siddhraj JAYSINH Solanki.
Actually, King Siddhraj was earlier a Prince and he became the King from this place. This temple was then built in Karnvati city which means a city of King Karnadev.
Today it is located in Sarangpur area of...
Read moreIt is 1200 years old temple of lord shiva. A calm place in the heart of trafdic loaded city area. The temple was renovated during maratha time. It is said that The shivling had a mani on its head which was stolen...
Read more